Friday, 28 September 2018



ગીત 

પાછું વળીને જોશો નહિ, કકળાટ કાઢવા જવું છે
કુંડાળામાં પગ પડે નહિ, કચવાટ કાઢવા જવું છે
પાછું વળીને જોશો નહિ...

જીવતરની આ કાળી, કાળી ચૌદશ જેવી વાટે
પડીઆખડી ભટક્યા આટલું પૂછો કોને માટે
સાત જનમથી પજવ્યા કરતો રઘવાટ કાઢવા જવું છે
પાછું વળીને જોશો નહિ...

અંધારું તો ભલે ને લેતું અમાસનું ઉપરાણું
ઉજાસ નથી બહુ છેટો થાશે દીવાબત્તી ટાણું
દિઆથમે ત્યારે ખોટો ચળકાટ કાઢવા જવું છે
પાછું વળીને જોશો નહિ...



No comments:

Post a Comment