Friday, 28 September 2018



જરા સંભાળજો

એમનાં કરગરતાં વેણમાંથી
એમની આંખોમાં રહેલી યાચનામાંથી
એમના જોડાયેલા હાથમાંથી
એમની પીઠ પર પડેલા સોળમાંથી
એમના ગળામાં અટકી ગયેલી ચીસમાંથી
રચાઈ શકે છે એવી દલિતસ્મૃતિ,
જેના પ્રત્યેક શ્ર્લોકમાં
તમારી ખાલ ઉધેડવાનો હુંકાર હોય
જેની પ્રત્યેક શ્રુતિમાં
તમને તમારા જ મેલામાં ડૂબકી ખવડાવવાની
ગર્જના હોય.
ધ્યાન રાખજો જરા
જો તમારી સદીઓ જૂની લાકડી
છીનવાઈ ગઈ
તો તમારા મનની ગંદકીની સાથેસાથે
તમારી પણ સાફસૂફી થઈ જશે.

No comments:

Post a Comment